-
વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ
-
રાજવી પરિવાર દ્વારા કરાઈ ઉજવણી
-
ઇન્ટેક પરિવાર દ્વારા આ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું
-
મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
-
રાજપીપળાને હેરિટેજનો દરજ્જો આપવા માટે કરાઈ માંગ
આજે 30મી જાન્યુઆરી રજવાડી રિયાસત રાજવી નગરી રાજપીપળાનાં પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજયંતિ છે.ત્યારે આ પ્રસંગની ઉજવણીના અવસરે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે.
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે,તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજ્યંતિનો પ્રસંગ છે.આ અવસરની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.
રાજપીપળા શહેરમાં રાજવી પરિવારનાં મહેલ અને વિસ્તાર આજે પણ હયાત છે ત્યારે તેની યોગ્ય જાળવણી ન થતી હોય એ માટે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જો આપવાની માંગણી કરવામાં આવી છે.
હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાનાં નર્મદા ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજપીપળાનાં પ્રવેશદ્વાર વિજય ચોક તેમજ હરસિદ્ધિ માતા મંદિર પટાંગણમાં આવેલ વેરીસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજીએ 1023માં આ મંદિર બંધાવ્યું હતું ત્યાં વૃક્ષારોપણ કરી ઇન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફુલહાર કરી રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપળાનાં પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ બિલ્ડીંગ, ઉપરાંત શાળા,કોલેજ હોસ્પિટલ, મંદિરો,બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું.