નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 375 એકરમાં જંગલ સફારી નિર્માણ પામેલ છે. આ જંગલ સફારીમાં અત્યાર સુધીમાં 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે.
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ એક્તા નગરમાં પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું થયું છે .જે છે સ્નેક હાઉસ,જંગલ સફારી ખાતે એક વિશાળ ડોમમાં સ્નેક હાઉસ બનાવવામાં આવ્યું છે જેને હાલ ટ્રાયલ બેઝ પર પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી બીન ઝેરી સાપ મૂકવામાં આવ્યા છે અને જેને પ્રવાસીઓ નિહાળવા હાલ આવી રહ્યા છે.અલગ અલગ દેશોના અલગ અલગ પ્રકૃતિના જે સાપ હોય છે. જેમાં ખાસ ઇન્ડીયન રોક પાઈથન,રસેલ વાઈપર,ઇન્ડીયન રાઈક સ્નેક,આફ્રિકન બોલ પાઈથન,ગ્રીન ઇકવાના જેવા અનેક દેશ વિદેશના સાપો લાવવામાં આવ્યા છે જોકે હવે આ સ્નેક હાઉસને 31 ઓક્ટોમ્બરના રોજ પ્રધાનમંત્રી દ્વારા પ્રવાસીઓ માટે વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવશે. જોકે હાલ તો આ જંગલ સફારી પાર્ક માં અનેક નવા જાનવરો લાવવામાં આવી રહ્યા છે અને હાલ જેને જોવા મોટી સંખ્યા માં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે