Connect Gujarat
ગુજરાત

નર્મદા : નામલગઢ થી માંડણ સુધીની એસટી બસોના ધાંધિયા, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગાડતાં બસ સ્ટેન્ડ ખાતે બેસી વિરોધ નોંધાવ્યો

નર્મદાના નામલગઢ થી માંડણ સુધીના ગામોમાં એસટી બસ નિયમિત નહિ આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે

X

નર્મદાના નામલગઢ થી માંડણ સુધીના ગામોમાં એસટી બસ નિયમિત નહિ આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે ત્યારે છાત્રોએ આજે બસ સ્ટેન્ડ ખાતે બેસી જઇને વિરોધ નોંધાવ્યો હતો.

નર્મદા જિલ્લામાં શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ બસોની અસુવિધાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એસટી બસોમાં જ શાળાએ અવરજવર કરતાં હોય છે. બસોની સુવિધા ન હોવાથી અને બસો આવતી ન હોવાથી વિદ્યાર્થીઓ શાળામાં પહોંચી શકતા નથી. પરિણામે તેમનો અભ્યાસ બગડે છે. શાળામાં મોડા પહોંચે તો શિક્ષકો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે છે.આમ વિદ્યાર્થીઓનો બે બાજુથી મરો થાય છે. નામલગઢથી માંડણ વચ્ચે એસટી બસોની અપુરતી સુવિધા હોવાથી વિદ્યાર્થીઓએ રાજપીપલા એસ.ટી.ડેપોએ સ્કૂલ માટે સવારે અને સાંજના રૂટની બસ શરૂ કરવાની માગ કરી હતી. છેવટે બસોના ધાંધિયાથી કંટાળી વિદ્યાર્થીઓએ આજે રસ્તા પર બેસી જઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું.નર્મદા : નામલગઢ થી માંડણ સુધીની એસટી બસોના ધાંધિયા, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગાડતાં બસ સ્ટેન્ડ ખાતે બેસી વિરોધ નોંધાવ્યો

વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરી રાજપીપળા સુધી આવવાની ફરજ પડે છે. બસના ધાંધિયાથી કંટાળી વિદ્યાર્થીઓએ આજે રસ્તા પર બેસી જઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાલીઓએ પણ વિરોધ શરૂ કરી દેતા તંત્રમાં દોડધામ મચી હતી. આ બાબતે વિદ્યાર્થી એ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરી સાંસદે પણ આજે જ આ પ્રશ્ન નો નિકાલ કરવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે એસટી બસ ડ્રાઇવરો ખાનગી વાહનો સાથે સાંઠગાંઠ કરી બસો મોડી લઈ જાય છે જેને કારણે ખાનગી વાહનો વાળાને ફાયદો કરાવે છે અને જેને કારણે આ વિધાર્થીઓને વેઠવાનો વારો આવે છે .

Next Story