નર્મદા: રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નર્મદા: રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
New Update

રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવાળીના તહેવાર હોય આદિવાસી વિસ્તારમાં પોસ્ટ ઓફિસ દ્વારા જ નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી હોય દિવાળી ટાણે તસ્કરી ગેંગે પોસ્ટ ઓફિસના ટાર્ગેટ કરી મોટી રકમની ચોરી કરી પોસ્ટ વિભાગને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.કેમકે જિલ્લાની અન્ય તમામ પોસ્ટ ઓફિસોમાંથી રૂપિયાની માંગ ઉઠી હોય સોમવારે જિલ્લાની પોસ્ટ ઓફિસમાં રૂપિયા મોકલવા હોય મુખ્ય પોસ્ટ ઓફિસમાં 21,52,790 જેટલી મોટી રકમ કેશ રાખવામાં આવી હતી.રવિવારે કામથી પોસ્ટ માસ્ટર સહિતનો સ્ટાફ પોસ્ટ ઓફિસમાં આવતા ચોરી થયાની જાણ થઈ હતી.પોસ્ટ ઓફિસ ખુલતા પાછલી બારી કટરથી કાપી તસ્કરો અંદર પ્રવેશ્યા અને પોસ્ટ ઓફિસમાં સ્ટ્રોંગરૂમમાં મોટી તિજોરીમાં કેશ હતી જેને પણ ગેસ કટરથી કાપી સમગ્ર કેશ ચોરી કરી લઈ ગયા હતા.જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ હોવા છતાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટીનો અભાવ હોય ચોરી થતા મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#Gujarat #CGNews #Theft #Narmada #Stole #Rajpipla #police started investigation #post office #Rs 21 lakh
Here are a few more articles:
Read the Next Article