Connect Gujarat
ગુજરાત

નર્મદા: ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓની તાલીમ શિબિર યોજાય

નર્મદા જીલ્લામાં યોજાનારા ગ્રામપંચાયતની ચૂંટણીને ધ્યાને લઈ ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

X

નર્મદા જીલ્લામાં યોજાનારા ગ્રામપંચાયતની ચૂંટણીને ધ્યાને લઈ ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લામાં આગામી તા.૧૯મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી,મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ-૮૪ જેટલાં અધિકારીઓની બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ હતી.આ ગ્રામપંચાયત ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી કે.ડી.ભગતે તાલીમ શિબિરમાં ચૂંટણી નોટીસો,જાહેરનામાં પ્રસિધ્ધ કરવા, ઉમેદવારીપત્રો ભરવાં, ઉમેદવારીપત્રો કઇ રીતે ચકાસણી કરવાં ઉપરાંત ઉમેદવાર ઉમેદવારીપત્ર પરત ખેંચે ત્યારે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી તેમજ ઉમેદવારી પત્રો ચકાસણી કરતી વખતે જે તે ઉમેદવારોના નામની સામે તેમને અપાયેલા ચૂંટણી ચિન્હો બરોબર જ છે ને ? તેની પૂરતી કાળજી રાખવા અંગે જરૂરી સૂચના સાથે તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું

Next Story