Connect Gujarat
ગુજરાત

નર્મદા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે લીધી જંગલ સફારીની મુલાકાત...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે નર્મદા જિલ્લા સ્થિત સ્ટેસ્યુ ઓફ યુનિટી ખાતે તેઓએ પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી હતી.

X

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે નર્મદા જિલ્લા સ્થિત સ્ટેસ્યુ ઓફ યુનિટી ખાતે તેઓએ પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી હતી. જંગલ સફારી પાર્કની મુલાકાત દરમ્યાન અમિત શાહે પ્રોટોકોલ તોડીને પ્રવાસીઓ સાથે ભળી જઈ પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એકતા નગરની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્કની પત્ની તેમજ પૌત્રી સાથે મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીઓની જેમ જ પરિવાર સાથે માણી હતી. અમિત શાહ સાથે SOUનો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વન્યજીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને તેઓએ પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અંગે પૃચ્છા કરીને થઇ રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Next Story