Connect Gujarat
ગુજરાત

નર્મદા : સાર્વત્રિક વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, દરરોજ વીસ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન શરૂ

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ ખાતેના ચોમાસાના પ્રથમ તબક્કામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા છેલ્લા સપ્તાહથી દરરોજ સરેરાશ વીસ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

X

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ ખાતેના ચોમાસાના પ્રથમ તબક્કામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા છેલ્લા સપ્તાહથી દરરોજ સરેરાશ વીસ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા છેલ્લા સપ્તાહથી દરરોજ સરેરાશ રૂપિયા ચાર કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ચોમાસાના પ્રથમ તબક્કામાં થયેલ સાર્વત્રિક વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેથી છેલ્લા એક સપ્તાહથી નર્મદા નદીમાં પાણી છોડાતા રિવર બેડ પાવર હાઉસમાં દરરોજ સરેરાશ વીસ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આ પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફતે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છોડવામાં આવી રહ્યું છે જેથી સિંચાઈ અને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.

Next Story