Connect Gujarat
ગુજરાત

નર્મદા : ઉત્તરાયણની થીમ આધારિત SOU ખાતે યોજાયો લેસર-શો, સહેલાણીઓમાં આકર્ષણ..

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ લેસર-શોમાં પતંગો અને વિવિધ રંગોની ઝાંખી નિહાળતા સહેલાણીઓ ખુશખુશાલ થયા હતા.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રવાસીઓ માટે રાત્રીનો નજારો માણવો એક અલગ જ અનુભવ છે, ત્યારે અહીનો લેશર-શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. SOU ખાતે પ્રતિમા પર સરદાર વલ્લભભાઈ પટેલના ઇતિહાસનું ફિલ્માંકન દર્શાવવામાં આવતું હતું. ત્યારબાદ પ્રવાસીઓને આકર્ષવા માટે હવે નવો જ પ્રયોગ હાથ ધરવામાં આવો છે. નવા વર્ષ નિમિત્તે હેપ્પી ન્યુ યરની લાઇટિંગ સાથે અહી આવતા પ્રવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે હવે તહેવારોને અનુરૂપ થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોમાં પંતગો અને વિવિધ રંગોની ઝાંખી દર્શાવવામાં આવી છે, ત્યારે રંગારંગ લેસર-શોના અદભૂત દ્રશ્યો જોઈ સહેલાણીઓ ખુશખુશાલ થયા હતા.

Next Story