નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પદયાત્રા યોજાઈ

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે

New Update

SOU ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ 

PM મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ

SOU ખાતે સુપ્રભાત વિકાસ પદયાત્રા યોજાઈ 

આદિવાસી નૃત્ય પરંપરાગત વેશભૂષા સાથે યોજાઈ પદયાત્રા 

યાત્રામાં અંદાજીત ચાર હજાર લોકો જોડાયા  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે,જે અંતર્ગત વિકાસ સપ્તાહના અંતિમ તબક્કામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારના સાનિધ્યમાં પવિત્ર નદી મા નર્મદા રેવાના તીરે 15મી ઓક્ટોબરમંગળવારે સવારે સુપ્રભાત વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં આસપાસના ગ્રામજનોનાગરિકોવિવિધ વિભાગના કર્મચારીઓ મળી અંદાજે ચાર હજાર જેટલા લોકો જોડાયા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભાયેલી વિકાસ પદયાત્રાને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખજિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી અને જિલ્લા કલેકટર એસ.કે.મોદી, SOUના એડિશનલ કલેક્ટર સર્વ ગોપાલ બામણીયા અને નારાયણ માધુ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આદિવાસી નૃત્ય પરંપરાગત વેશભૂષામાં ઢોલના તાલે પદયાત્રા જંગલ સફારી પાર્કના માર્ગે આગળ વધી સરદાર સરોવર નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ- ખાતે સંપન્ન થઈ હતી.

Latest Stories