નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો...

‘ક્રાઇમ ઇન ઇન્ડિયા-2021’ના આંકડાં અનુસાર, ગુજરાતમાં વિવિધ પ્રકારના ગુનામાં રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

New Update
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો...

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુના સંબંધિત માહિતી એકઠી કરીને દર વર્ષે 'ક્રાઇમ ઈન ઇન્ડિયા' નામની પુસ્તિકા બહાર પાડવામાં આવે છે. તેમાં એક લાખની વસ્તી સામે કેટલા ગુના નોંધાય છે, તે ગુનાનો દર (ક્રાઇમ રેટ) જણાવવામાં આવે છે.

'ક્રાઇમ ઇન ઇન્ડિયા-2021'ના આંકડાં અનુસાર, ગુજરાતમાં વિવિધ પ્રકારના ગુનામાં રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લેવામાં આવેલા નોંધપાત્ર કાયદા સુધારા અને મક્કમ નેતૃત્વ કારણભૂત છે. હિંસાત્મક ગુનાઓ, જેવા કે હત્યા, હત્યાનો પ્રયત્ન, બળાત્કાર, અપહરણ, લૂંટ વગેરે ગુનાઓમાં ગુજરાતમાં ક્રાઇમ રેટ 11.9 છે. જે સમગ્ર દેશના ક્રાઇમ રેટ 30.2 કરતા ઘણો ઓછો છે. તે સિવાય વર્ષ 2021માં ગુજરાતમાં ખૂનનો ક્રાઇમ રેટ 1.4 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 2.1 કરતા ઓછો છે. અપહરણના ગુનાનો ક્રાઇમ રેટ ગુજરાતમાં 2.3 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 7.4 કરતા ઓછો છે. ગુજરાતમાં અપહરણના ગુનાના ક્રાઇમ રેટ ટ્રેન્ડ જોઈએ, તો પાછલા વર્ષની સરખામણીએ સતત ઘટાડો નોંધાયો છે. તેના આંકડા આ પ્રમાણે છે. 2018 (3.0), 2019 (2.7) અને 2021 (2.3). મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ગુજરાતમાં ક્રાઇમ રેટ 22.1 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 64.5 કરતા ઘણો ઓછો છે. તો અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે, આસામ (168.3), દિલ્હી (147.6), તેલંગાણા (119.7), રાજસ્થાન (105.4), પશ્ચિમ બંગાળ (74.6), કેરળ (73.3) અને આંધ્રપ્રદેશ (67.2) ની સરખામણીએ ગુજરાતમાં મહિલા વિરુદ્ધના ગુનાઓ દર ખૂબ જ ઓછો છે.

Latest Stories