નવસારી : વાંસદામાં અજીબ લગ્નની ગજબ કહાની,એક યુવક સાથે બે યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા

ખાનપુર ગામે એક લગ્ન ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.અને પ્રસંગની કંકોત્રી પણ સોશિયલ મીડિયામાં વાયરલ બની છે,જેનું કારણ છે કે આ લગ્નમાં વરરાજા તો એક જ છે પરંતુ દુલ્હન બે છે

New Update
  • ખાનપુરમાં અનોખા લગ્નનો પ્રસંગ

  • વરરાજા એક દુલ્હન છે બે

  • લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ

  • 19 મેના રોજ વિધિવત યોજાશે લગ્ન

  • વર કન્યાના બાળકો પણ લગ્નમાં થશે સામેલ 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે એક લગ્ન ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.અને પ્રસંગની કંકોત્રી પણ સોશિયલ મીડિયામાં વાયરલ બની છે,જેનું કારણ છે કે આ લગ્નમાં વરરાજા તો એક જ છે પરંતુ દુલ્હન બે છે.જે બાબતે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે તારીખ 19 મેના રોજ એક અનોખા લગ્ન યોજાશે. જેની કંકોત્રી હાલ દરેક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. મહત્વનું છે કે સમાન્ય કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે. પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હનના બે નામ હોવાને લઈને ફરતી થયેલી આ પત્રિકાએ ભારે ચર્ચા જગાવી છે.

બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે .આદિવાસી સમાજમાં વર્ષોથી લગ્ન પહેલાથી યુવક યુવતી પતિ પત્ની તરીકે (લીવ ઇન રીલેશન) રહેતા હોય છે. આર્થિક પગભર થયા બાદ વિધિવત લગ્ન કરતા હોય છે.

આદિવાસી સમાજમાં અગાઉથી જ પરંપરા કહો કે આર્થિક મજબૂરી યુવક યુવતીઓના ફૂલહાર એટલે કે ચાંદલા વિધિ થયા બાદ બંને પતિ પત્નીની જેમ રહે છે અને આર્થિક સ્થિતિ પગભર થયા બાદ તેઓ વિધિવત લગ્ન કરતા હોય છે. ફરતી થયેલી કંકોત્રીના કિસ્સામાં પણ એવું જ છેપરંતુ અહીં બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે અને તેમને બાળકો પણ છે એટલે આ બાળકો પણ માતાપિતાના લગ્નમાં હાજરી આપશે.

વાંસદા તાલુકાના ખાનપુર ગામે પારસી ફળિયામાં રહેતા મેઘરાજ દેશમુખ 36 વર્ષના છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી તેમની બંને પત્ની સાથે કાજલ અને રેખા સાથે તારીખ 19 મેના રોજ લગ્ન ગ્રંથી થી જોડાશે. તેમણે જણાવ્યું છે કેબંને પત્ની સાથે તેમના પ્રેમ લગ્ન છે અને બંનેના પરિવાર સાથે મનમેળ પણ છે. તેથી એક જ મંડપમાં બંને સાથે લગ્ન ગ્રંથીથી જોડાશે.

#Wedding #marriage #Ek Vivah Aisa Bhi #વાંસદા #Vansada #unique love #Unique wedding #અનોખા લગ્ન #Unique Love Story
Latest Stories