New Update
નવસારી જિલ્લાના ખેરગામના બંધાર ફળિયાના મકાનમાં બેકાબૂ બનેલી ટ્રક ઘૂસી જતાં 2 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ખેરગામમાં આવેલ બંધાર ફળિયાના મકાનમાં ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક બંધાર ફળિયા નજીકથી ટ્રક લઈને પસાર થઈ રહ્યો, તે દરમ્યાન સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા ટ્રક મકાનની દીવાલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. બનાવના પગલે મકાનમાં હાજર 2 લોકોને ઈજા પહોંચી હતી, ત્યારે બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ખેરગામ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે ટ્રકના નંબરના આધારે ટ્રક ચાલક સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/05/nirav-modi-brother-2025-07-05-18-27-22.jpg)
LIVE