નવસારી : લાંબા સમયથી વેતન અને ખર્ચની ચૂકવણી ન થતાં આંગણવાડીની બહેનોએ તંત્રને આપ્યું આવેદન...

નવસારી : લાંબા સમયથી વેતન અને ખર્ચની ચૂકવણી ન થતાં આંગણવાડીની બહેનોએ તંત્રને આપ્યું આવેદન...
New Update

આંગણવાડીની મહિલા કાર્યકરોનું તંત્રને આવેદન પત્ર

લાંબા સમયથી વેતન-ખર્ચની ચૂકવણી ન થતાં વિરોધ

સંગઠન સાથે બેઠક યોજી પ્રશ્નનો ઉકેલ લાવવા વિનંતિ

ગુજરાત રાજ્યમાં આંગણવાડી વર્કર હેલ્પર વર્ગના લાંબા સમયથી ઉભા થયેલા પ્રશ્નોનો ઉકેલ ન આવતા 26 જિલ્લામાં 400થી વધુ કર્મચારીઓ દ્વારા આગામી સમયમાં ધરણા પ્રદર્શન યોજવાની તજવીજ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે 200થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી પોતાની પડતર માંગણી ઉકેલાય તેવી રજૂઆત કરી હતી. બાળકોના, સગર્ભા ધાત્રી અને કિશોરીઓના લાભાર્થીઓના હીતમાં આંગણવાડી વર્કરોના તદ્દન ઓછા માસીક વેતનમાં પણ પોતાના પગારમાંથી બાળકોના નાસ્તાનો ખર્ચ કરતી આવી છે. તેના બીલો સરેરાશ છેલ્લા 7થી 8 મહિનાથી ચુકવવામાં આવ્યા નથી.

દર મહિને આ રકમ રૂ. 2થી 3 હજાર સુધીની થાય છે. આમ છતાં લાભાર્થીના હિતમાં નાસ્તો આપવાનું બંધ કર્યું નથી. આંગણવાડી વર્કર પક્ષ માટે આ મોટો સહયોગ છે, ત્યારે આંગણવાડી વર્કર દ્વારા પોતાની માંગણીને લઈને નવસારી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ માંગણીઓ બાબતે ગુજરાત આંગણવાડી સંગઠનનાં પ્રતનિધિઓ સાથે તાત્કાલીક દિવસ 10 માં બેઠક યોજવમાં આવે વિનંતિ કરવામાં આવી છે, તેમજ 15 દિવસમાં ઉકેલવા માંગણી કરવામાં આવી છે. આંગણવાડી વર્કર હેલ્પરો અને સંગઠન સંપૂર્ણ સહયોગ કરતા આવ્યા પણ હવે તો ખિસ્સામાંથી ખર્ચ કરીને યોજનામાં યોગદાન આપવની હદ થતા હવે ધીરજનો અંત આવ્યો છે. અને પરિસ્થિતિ વિસ્ફોટક બને તે પહેલા સંગઠન સાથે બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ લાવવા તંત્રને વિનંતિ કરવામાં આવી છે.

#ConnectGujarat #Navsari #complaint #Anganwadi sisters #non-payment #expenses
Here are a few more articles:
Read the Next Article