કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે આ કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી બતાવી છે. બીલીમોરાની 25 વર્ષીય યુવતીએ ઉત્તરાખંડના મુશ્કેલ ટ્રેક એવા તુંગનાથ, દેવરીયાતાલ સફળતાપૂર્વક સર કરી ત્યાં તિરંગો લહેરાવ્યો હતો.
સામાન્ય રીતે સાહસિક પ્રવૃતિઓ અને પર્વતારોહણ જેવા શોખથી દૂર રહેતા ગુજરાતીઓને હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે નવસારીના બીલીમોરા શહેરમાં રહેતી રોશની ટેલર દ્વારા સૌથી ઊંચી શિખર પર ચઢી નવસારી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લા સ્થિત મંદાકિની અને અલકનંદા નદીની ખીણમાં આવેલ અને મહાભારતમાં પણ ઉલ્લેખ છે તેમજ દુનિયા ઉંચા શિખરોમાં જેની ગણના થાય છે.એવા તુંગનાથ શિવ મંદિર તરીકે વિશ્વ વિખ્યાત છે એ શિખર સર કરી ત્યાં દેશનો તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો. એટલું જ નહીં તેણી યોગ ઇન્સ્ટ્રકટર છે એણે આટલી ઉંચાઈ પર -2 ડિગ્રી તાપમાનમાં પાતળી હવાના કારણે સામાન્ય માણસને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે ત્યાં યોગ કરીને પોતાના સાહસનો પરિચય આપ્યો હતો. ટ્રેકિંગના સફરના બીજા ચરણમાં ઉખીનાથ -ચોપટા રોડ સ્થિત (2438 મીટર, 7999 ફૂટ)ની ઉંચાઈ પર આવેલ દેવરીયાતાલનું કપરા ચઢાણ ચઢીને ત્રિરંગો લહેરાવી ગુજરાતને ગર્વ અપાવ્યું હતું.