Connect Gujarat
ગુજરાત

નવસારી : ભાજપની 'નો રિપીટ થીયરી'ની સંભાવના, જલાલપોરના ધારાસભ્યની ચૂંટણી લડવાની તૈયારી સામે ભાજપમાં ગજગ્રાહ

વિધાનસભામાં ભાજપની નો રીપિટ થિયરી સામે નવસારીના જલાલપોરના ધારાસભ્ય 80 ટકા ચૂંટણી લડવાની તૈયારી હોવાની વાત કોળી સમાજના સંમેલનમાં કહી છે

X

વિધાનસભામાં ભાજપની નો રીપિટ થિયરી સામે નવસારીના જલાલપોરના ધારાસભ્ય 80 ટકા ચૂંટણી લડવાની તૈયારી હોવાની વાત કોળી સમાજના સંમેલનમાં કહી છે જેથી આગામી સમયમાં કોળી સમાજ પ્રતિનિધિત્વને લઈને પાર્ટીઓ સમક્ષ માંગણી કરશે.

નવસારી શહેરમાં ગઈ કાલે જિલ્લાના કોળી સમાજનું સંમેલન યોજ્યું હતું. જેમાં ધારાસભ્ય આર.સી.પટેલે સ્ટેજ પરથી પોતાના ભાષણમાં આગામી ચૂંટણીમાં 80 ટકા ઈચ્છા છે પંરતુ પાર્ટીની 20 ટકા જ ઈચ્છા છે તેવું સ્પિચમાં ઉલ્લેખ કર્યો હતો.જેને લઇને કોળી સમાજને જિલ્લાની 2 સીટ પર દરેક પક્ષ ટિકિટ આપીને પ્રતિનિધિત્વ આપે તેવો ઈશારો કર્યો હતો.ભાજપ પાર્ટી આગામી વિધાનસભા માટે નો રીપિટ થિયરી અપનાવી શકે છે તેવામાં છેલ્લા અઢી દાયકાથી જલાલપોરના ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં પૂર્વ નાયબ ઉપદંડક આર.સી.પટેલ એ કોળી સમાજના સંમેલનમાં હુંકાર ભર્યો હતો કે મારી ચૂંટણી લડવાની 80 ટકા ઈચ્છા છે અને પાર્ટીની 20 ટકા ઈચ્છા છે.આ વાત કહેતા વિધાનસભા ચુંટણી 2022 પૂર્વે જ ભાજપમાં ગજગ્રાહની સંભાવના જોવાય રહી છે.

Next Story