નવસારી : જમાલપુરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ફરીથી સક્રિય,CCTVમાં થયા કેદ

નવસારી જીલ્લાના જમાલપુરમાં આવેલ બે સોસાયટીઓમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

New Update
નવસારી : જમાલપુરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ફરીથી સક્રિય,CCTVમાં થયા કેદ

નવસારી જીલ્લાના જમાલપુરમાં આવેલ બે સોસાયટીઓમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Advertisment

નવસારી જિલ્લાના જમાલપુરમાં આવેલ રાધેશ્યામ સોસાયટી અને નિશાળ ફળિયામાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગના સીસીટીવી સામે આવ્યા છે. શહેરના જમાલપુરમાં આવેલ રાધેશ્યામ સોસાયટી અને નિશાળ ફળિયામાં ચડ્ડી ગેંગ ચોરીનો પ્રયાસ કર્યો હતો. ગેંગની ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસ તપાસ હાથ ધરી છે. અવાર નવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલી ચડ્ડી ગેંગ ફરી એકવાર નવસારીમાં સક્રિય થઇ છે. પોતાની ચોરી કરવાની સ્ટાઇલથી જાણીતી ચડ્ડી ગેંગને આ વખતે નિષ્ફળતા મળી હતી, જો કે તેમ છતા તે સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે ચડ્ડી-બનિયાન ધારી કેટલાક લોકો ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, લગભગ એક કલાક કરતા વધુ સમય સુધી સોસાયટીઓમાં બિન્દાસ ફરતા જોવા મળ્યા હતા.

Latest Stories