Connect Gujarat
ગુજરાત

નવસારી : 10 વર્ષ બાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાય, મહાજન-વિકાસ પેનલ વચ્ચે “રસાકસી”

શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. 10 વર્ષો બાદ થઇ રહેલી ચુંટણીમાં મહાજન અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી થવાની સંભાવના જોવાઇ રહી છે

X

શાંતિપૂર્ણ માહોલમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચુંટણી

10 વર્ષ બાદ ચુંટણીમાં મહાજન અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી

વર્ષોથી સભાસદો વચ્ચે સુમેળ સાધીને ચુંટણી ટાળવામાં આવતી

પરંતુ સભાસદો-આગેવાનો વચ્ચે મનમેળ ન બેસતા ચુંટણી યોજાય

મતદાન કેન્દ્રમાં 4 બુથમાં સભાસદો મતાધિકારનો ઉપયોગ કરશે

નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. 10 વર્ષો બાદ થઇ રહેલી ચુંટણીમાં મહાજન અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી થવાની સંભાવના જોવાઇ રહી છે. નવસારી જિલ્લાના વેપારીઓ, ઉદ્યોગકારોનાં સંગઠન નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી સભાસદો વચ્ચે સુમેળ સાધીને ચુંટણી ટાળવામાં આવતી હતી.

પરંતુ આ વર્ષે સભાસદો અને ચેમ્બરના આગેવાનો વચ્ચે મનમેળ ન બેસતા ચુંટણી યોજાઇ છે. નવસારી હાઈસ્કૂલ ખાતે સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. મતદાન કેન્દ્રમાં 4 બુથમાં વેપારીઓ, ઉદ્યોગકારો સહિતના કુલ 1976 સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બંને પેનલમાં 7-7 ઉમેદવારો હોવાથી 7 અલગ અલગ બેલેટ પેપરથી મતદાન થઇ રહ્યુ છે. 3 ચુંટણી અધિકારીઓના મોનીટરીંગમાં યોજાઇ રહેલી ચુંટણીમાં મોડી સાંજે મતગણતરી થશે. જોકે, ત્યાં સુધી ચુંટણીમાં ભારે રસાકસી રહેવાની સંભાવના જોવાઈ રહી છે.

Next Story