Connect Gujarat
ગુજરાત

નવસારી : 25 વર્ષ બાદ સિટી બસ સેવાનો પ્રારંભ, સેવાથી વંચિત છાપરા વિસ્તારના લોકોએ કરી પાલિકામાં રજૂઆત

નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.

નવસારી : 25 વર્ષ બાદ સિટી બસ સેવાનો પ્રારંભ, સેવાથી વંચિત છાપરા વિસ્તારના લોકોએ કરી પાલિકામાં રજૂઆત
X

નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે. જે આવકારદાયક નિર્ણયને શહેરીજનોએ વધાવ્યો છે. જોકે, પાલિકાએ સૌથી વધુ શ્રમિકો અને શાળાઓ આવેલી છે, એવા છાપરા વિસ્તારને બસ કનેક્ટિવિટીથી દૂર રખાતા સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા હદ વિસ્તરણ સાથે 8 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં છાપરા ગામનો પણ સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા વર્ષ 2021માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવસારીમાં 25 વર્ષ બાદ સીટી બસ શરૂ કરી શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. પરંતુ નવસારી શહેરમાં રહેલું છાપરા ગામ આ સીટી બસ સેવાથી વંચિત રહ્યું છે. સીટી બસ સેવા છાપરા રોડ વિસ્તારમાં ન જતા સ્થાનિકોએ પાલિકા પ્રમુખને છાપરા રોડ પર બસ શરૂ કરવા માટે રજૂઆત કરી હતી.

છાપરા રોડ વિસ્તારમાં શહેરની મહત્તમ શાળાઓ આવેલી છે, અને જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સાથે જ મોટામાં મોટી હીરા ફેક્ટરી પણ આ જ વિસ્તારમાં આવી છે. જેમાં દૂર દૂરથી નોકરી કરવા માટે મધ્યમ વર્ગના લોકો અહી આવે છે. બસની સેવા ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોએ રિક્ષાના મોંઘા ભાડા ખર્ચી અને નોકરી સુધી પહોંચવું પડે છે. તેવામાં સ્થાનિકો દ્વારા છાપરા રોડ થઈ ઇટાડવા સુધી સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે, પાલિકા હવે છાપરા રોડ સહિત અન્ય વિસ્તારોમાં સીટી બસ સેવા શરૂ કરે છે કેમ તે હવે જોવું રહ્યું.

Next Story