નવસારી : કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી યોજાઇ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત

નવસારી ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ.

New Update
નવસારી : કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી યોજાઇ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત

નવસારી શહેરમાં 10 સ્થળોએ કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોંઘવારી મુદ્દે સાયકલ રેલી દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કરવા જતાં પોલીસે અટકાયત કરી હતી.

દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવના કારણે સ્થાનિકોએ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. રાજ્યમાં સતત ડીઝલ પેટ્રોલના ભાવ વધતા આજે નવસારી શહેર ખાતે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સાયકલ રેલી સ્વરૂપે મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

નવસારી જિલ્લાના કોંગી કાર્યકર્તાઓ દ્વારા સાયકલ રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે, સાયકલ રેલી નીકળ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ નવસારી ટાઉન પોલીસ દ્વારા ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Latest Stories