નવસારી : રહેણાક વિસ્તારમાં આઈસોલેશન સેન્ટર ઉભુ કરાતા વિવાદ, સ્થાનિકોમાં રોષ

નવસારીમાં વધતા કોરોના કેસ સામે વિવિધ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે.

નવસારી : રહેણાક વિસ્તારમાં આઈસોલેશન સેન્ટર ઉભુ કરાતા વિવાદ, સ્થાનિકોમાં રોષ
New Update

નવસારીમાં વધતા કોરોના કેસ સામે વિવિધ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે. તેવામાં પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિકોએ આઈસોલેશન સેન્ટરનો વિરોધ કરીને કામગીરી ખોરંભે ચડાવી હતી.

નવસારી જિલ્લામાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સંભવિત ખતરા સામે લડવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં 273 જેટલા આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. પાલિકા હદ વિસ્તારમાં પણ 13 વોર્ડમાં 13 સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે નવસારી ના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગારડા ચાલ વિસ્તારની મરાઠી શાળામાં પાલિકા તંત્રે આઈસોલેશન સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે.

જોકે આ બાબતે પાલીકાએ પોતાના પક્ષ રાખતા જણાવ્યું હતું કે આઈસોલેશન સેન્ટરની સુવિધા ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે જ કરી છે. જે લોકોના ઘરે આઈસોલેટ થવાની સુવિધા ન હોય તેવા લોકો માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે સ્થાનિકોએ આ મામલે સમજદારી દાખવીને તંત્રને સાથ સહકાર આપે તે જરૂરી છે.

#ConnectGujarat #BeyondJustNews #Navsari #Controversy #residential area #isolation center #anger among locals
Here are a few more articles:
Read the Next Article