નવસારી : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ટાંકલ ગામે વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા...

સી.આર.પાટીલ સહિત વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ટાંકલ ગામ ખાતે કરવામાં આવ્યું કાર્યક્રમનું આયોજન

  • વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા

  • રૂ. 238 કરોડના વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

  • વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની પણ ઉપસ્થિતિ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નવસારી જિલ્લાના ટાંકલ ગામ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લાના ટાંકલ ગામ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સહિત વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂ. 238 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

જેમાં ગવર્મન્ટ આદર્શ નિવાસી શાળાગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગ એન્ડ ડાઈનીંગ હોલ તેમજ કન્સ્ટ્રકશન ઓફ સાયન્સ કોલેજ-ખેરગામનું ખાતમુહૂર્ત આ સાથે જ બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ 6 કિલોમીટરના સી.સી રોડનું પણ પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.