Connect Gujarat
ગુજરાત

નવસારી : ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ લાવવા નેત્રહિન યુવાનની સાયકલયાત્રા

ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે એક પ્રજ્ઞાચક્ષુ યુવાન મુંબઇથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યો છે..

X

દેશમાં મોટાભાગના અકસ્માતો ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કારણે થતાં હોય છે. વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે એક પ્રજ્ઞાચક્ષુ યુવાન મુંબઇથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યો છે..

સમાજમાં નેત્રહીન લોકો પ્રત્યે સહાનુભૂતિ ઉતપન્ન થાય તેમજ વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે માટે અજય લાલવાણી નામના યુવાને સાયકલયાત્રા શરૂ કરી છે. તે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી શ્રીનગર, શ્રીનગરથી નાગપુર થઇને કન્યા કુમારી અને કન્યાકુમારીથી મુંબઈ સુધી 7500 કિલોમીટર સાયકલયાત્રા કરશે. તેને મદદ કરવા માટે 18 લોકો પણ તેની સાથે જોડાયાં છે. આ લોકો વોકીટોકીથી અજયને સાયકલ ચલાવવા માટે જરૂરી દિશા-નિર્દેશ આપે છે. તારીખ 15 નવેમ્બરનારોજ મુંબઈ થી નીકળેલો અજય વાપી ખાતે આવી પહોંચ્યો છે. મુંબઈથી દિલ્હીને જોડતા દેશના સૌથી વ્યસ્ત નેશનલ હાઇવે અને કાશ્મીરની ઘાટી ઉપર ભારે વાહનો વચ્ચે આ સાહસિક સફર શરૂ કરનાર અજય સામે ખૂબ મોટો પડકાર છે. આશા રાખીએ કે બંધ આંખે લોકોમાં જાગૃતિ લાવવાના અજયના પ્રયાસથી લોકોની આંખો ખુલે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે...

Next Story