Connect Gujarat
ગુજરાત

નવસારી: વાંસદાના અંતરિયાળ ગામની દીકરી દરિયામાં જહાજને કરશે કાબૂ,જુઓ શું સિદ્ધિ હાંસલ કરી

યુવતીએ મહિલા મરિન એન્જીનીયરીંગમાં કાઠુ કાઢીને દરિયામાં જહાજને કાબુમાં કરવાની તાલીમ હાંસલ કરી

X

રાજ્યની એક માત્ર ગણપત યુનિવર્સીટીમાં અભ્યાસ કરીને અંતરિયાળ વાંસદા તાલુકાનાં નાનકડા ગામની યુવતીએ મહિલા મરિન એન્જીનીયરીંગમાં કાઠુ કાઢીને દરિયામાં જહાજને કાબુમાં કરવાની તાલીમ હાંસલ કરી છે તે તાલીમ લેનાર ગુજરાતની પ્રથમ મહિલા બની છે.

નવસારી જિલ્લાના આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની એક તેજસ્વી દીકરીએ નારી શક્તિની જ્યોત જલાવી છે જે વિષયમાં માત્ર પુરુષો જ નિપુણ હોય એવી તમામ ગ્રંથીના ડુંગરો તોડીને હેલી સોલંકી નેવી મર્ચન્ટ બની છે. જોકે હેલી સોલંકીને ગણપત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે લોખંડના ચણા ચવવા બરાબર અનુભવ થયા હતા. દીકરી હેલી યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર વિદ્યાર્થીની એટલે સ્વભાવિક ખૂબ પરિશ્રમ કરવો પડ્યો પણ હાજા ગગડાવ્યા વિના હેલી ના હારી અને અંતે 4 વર્ષનો કોર્ષ પૂરો કર્યો અને બની ગઈ નેવી મર્ચન્ટ અને બિરુદ મળ્યું નેવી ગર્લ. માતા પિતાના સહકાર થકી આજે હેલીએ આ સિધ્ધી હાંસલ કરી છે. હેલી હાલ ડેનમાર્ક ની એક કંપની માં વધુ તાલીમ માટે જઈ રહી છે પણ આજે ગુજરાત ની મહિલાએ નેવી ગર્લ બની પુરુષ પ્રધાન દેશ સામે મહિલા પ્રધાન છે એવી દાવેદારી કરીને મહિલાઓની વિશેષતા બતાવી આપી છે.

Next Story