તારાં બાળકોને મારી નાખ..! : સપનામાં આદેશ થતાં નવસારી-દેવસરની મહિલાએ તેના 2 બાળકોનું ગળું દબાવી હત્યા કરી નાખતા ચકચાર...

દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને રાત્રે સપનું આવ્યું હતું કે 'તારાં બન્ને બાળકોને મારી નાખ' જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેનાં 2 બાળકનું ગળું દબાવી દીધું

New Update
  • બીલીમોરાના દેવસર ગામેથી ચકચારી ઘટના સામે આવી

  • એક મહિલાએ તેનાં બન્ને બાળકનું ગળું દબાવી હત્યા કરી

  • બાળકો બાદ સસરાને પણ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

  • સપનામાં આદેશ થતાં બાળકોની હત્યા કરી હોવાનો ખુલાસો

  • પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી આદરી 

નવસારી જિલ્લાના બીલીમોરા તાલુકાના દેવસર ગામમાં એક મહિલાએ તેનાં બન્ને બાળકોનું ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. નવસારી જિલ્લાના બીલીમોરા તાલુકામાંથી ફિલ્મ 'વશજેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસારદેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને રાત્રે સપનું આવ્યું હતું કે 'તારાં બન્ને બાળકોને મારી નાખજેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેનાં 2 બાળકનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે બન્ને બાળકનું મોત નીપજ્યું હતું. જે બાદ તેના સસરાને મારવાનો પ્રયાસ કર્યો હતો.

જોકેતેઓ ઘરમાંથી બહાર તરફ ભાગી જતાં તેમનો જીવ બચી ગયો છે. ઘરની બહાર દોડી આવેલા સસરાએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યોત્યારે મહિલા પોતે પણ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

પોલીસે મહિલાને આત્મહત્યા કરતાં અટકાવીને ઝડપી લીધી છે. આ સાથે જ બન્ને બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યાવહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કેમહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેનાં 2 બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાંખી છેજ્યારે મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories