નવસારી : માવઠાના પગલે કેરીનાં અનેક આંબા જમીનદોસ્ત થયા, ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો

નવસારી જિલ્લાના વાંસદા પંથકમા ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

New Update
નવસારી : માવઠાના પગલે કેરીનાં અનેક આંબા જમીનદોસ્ત થયા, ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો

નવસારી જિલ્લાના વાંસદા પંથકમા ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે નવસારીના વાંસદા તાલુકામાં ગઈકાલે બપોરના સમયે ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જોકે, કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ સાબિત થયો છે. વાંસદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કેરીનો પાક મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે ભારે પવન સાથે વરસેલા કમસોમી વરસાદને લઇ કેરીના અનેક ઝાડ જમીનદોસ્ત થયા હતા. તો આંબા પરથી કેરી પણ નીચે પડી જતા ખેડૂતોએ કેરીના ઢગલા કરવા પડ્યા હતા. જેથી ખેડૂતોની પડતા પર પાટુ જેવી હાલત થઇ છે, ત્યારે ખેડૂતોએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. હવે ખેડૂત જાય તો જાય ક્યાં જેથી તેમને થયેલી નુકશાનીનો સરકાર જલ્દીથી સર્વે કરાવી યોગ્ય વળતર ચુકવે તેવી આશ લગાવીને બેઠા છે.

Latest Stories