નવસારી: આ ગામમાં અત્યારસુધી નથી યોજાય ચૂંટણી,જુઓ અનોખા ગામની કહાની

ગ્રામ પંચાયત સમરસ કરવાની દિશામાં આગળ વધી રહી છે દેશમાં ચૂંટણી યોજવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે

New Update
નવસારી: આ ગામમાં અત્યારસુધી નથી યોજાય ચૂંટણી,જુઓ અનોખા ગામની કહાની

દેશની આઝાદીની લડતમાં નમક સત્યાગ્રહનું સાક્ષી બનેલું દાંડી ગામ વર્ષોથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજીને ગાંધી આદર્શોને આજે પણ જીવંત રાખીને ગ્રામ પંચાયત સમરસ કરવાની દિશામાં આગળ વધી રહી છે દેશમાં ચૂંટણી યોજવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે સાથે સરકારી કર્મચારીઓ રાત-દિવસ એક કરીને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાયા છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગામ પંચાયતની ચૂંટણી સમરસ બને તેવા પ્રયાસો કરે છે ત્યારે નવસારી જિલ્લાનું ગાંધીવાદી દાંડી ગામ આજે પણ સમરસ ચૂંટણી કરીને ગાંધી વિચારોને જીવંત રાખવા સાથે એક જૂટતાના ઉદાહરણો પૂરા પાડી રહી છે.

સાબરમતી થી દાંડી યાત્રા ને ઇતિહાસમાં સન્માનજનક રીતે જોવામાં આવે છે ત્યારે શરૂઆતથી લઈને આજ સુધી આ ગ્રામ પંચાયતમાં એક પણ વખત ચૂંટણી યોજાઈ નથી સૌ ગ્રામજનો મળીને એક મત થઈને સરપંચને નિયુક્તિ કરે છે જે પરંપરા આટલા વર્ષે પણ અકબંધ રહેવા પામી છે.ગ્રામસભામાં લોકોએ એક મત થઈને સરપંચનું નામ નક્કી કરવા સાથે નવા સરપંચ તરીકે નિકિતા રાઠોડના માથે પસંદગીનો કળશ ઢોળ્યો છે.આ સમગ્ર નિયુક્તિમાં ગામના 8 વોર્ડના સભ્યોની પણ પસંદગી કરી લેવામાં આવી છે.આગામી ડિસેમ્બર માસમાં જ્યારે સમગ્ર રાજ્યમાં ગ્રામ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગાંધી વિચારો ને વરેલું દાંડી ગામ આજે પણ સમરસ ગ્રામ પંચાયત દ્વારા ગાંધી મૂલ્યોને જાળવીને દિશાસૂચક કામગીરી કરવા સાથે રાજ્ય સરકારની કામગીરીનો બોજ પણ હળવો કરી નાખ્યો છે.

#Navsari #Elections #Grampanchayat #નવસારી #unique village #ચૂંટણી #Grampanchayat Election #સમરસ ગામ
Latest Stories