નવસારી : આંબાવાડીની સુરક્ષા માટે ખેડૂતોની માંગ,કેરી ચોરીની ફરિયાદ ઉઠતા ધરતીપુત્રો ચિંતાગ્રસ્ત

નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં 10થી વધુ ગામોમાં કેરી ચોરો સક્રિય થયા છે. મોંઘા ભાવે વેચાતી કેરી ચોરી કરીને સસ્તા ભાવે વેચવાનું રેકેટ શરૂ થયું છે.

New Update
  • નવસારીમાં કેરી ચોરીની ઉઠી ફરિયાદ

  • 10થી વધુ ગામોમાં કેરી ચોરીની ફરિયાદ

  • એક જ દિવસમાં 100 મણ કેરીની થઇ ચોરી  

  • આંબાવાડીમાં કેરી ચોરીથી ખેડૂતો ચિંતિત

  • જિલ્લા કલેક્ટર સમક્ષ સુરક્ષાની કરી માંગ

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં કેરી ચોરો સક્રિય થતા ખેડૂતોની ઉંઘ  ઉડી ગઈ છે. એક જ દિવસમાં 100 મણ જેટલી કેરી ચોરીની આશંકાએ ખેડૂતો સરકાર પાસે સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

નવસારી જિલ્લામાં કેરીના પાકનું આગમન થઈ ચૂક્યું છે.સમગ્ર જિલ્લામાં કેસર કેરીની આવક એપીએમસી માર્કેટમાં થઈ રહી છે. એક મણના એટલે કે 20 કિલોના 1800થી લઈને 2800 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. કેરીનો પાક ઓછો ઉતરવાના કારણે ભાવો આસમાને પહોંચ્યા છે. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં 10થી વધુ ગામોમાં કેરી ચોરો સક્રિય થયા છે. મોંઘા ભાવે વેચાતી કેરી ચોરી કરીને સસ્તા ભાવે વેચવાનું રેકેટ શરૂ થયું છે.જેને લઇને ખેડૂતોએ ભેગા મળીને નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને પોતાની મોંઘી અને ઓછી ઉતરેલી કેરીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ખેડૂત સમાજના અગ્રણીઓ કરી રહ્યા છે.

કેરીના આસમાને પહોંચેલા ભાવોના કારણે સક્રિય થયેલા કેરી ચોર ટોળકીઓ સ્થાનિક વજન કાંટા લઈને કેરી ખરીદતા વેપારીઓને વેચી રહ્યા હોવાનું ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. કેરી ચોરોને ડામવા માટે પરવાનગી વિના અથવા તો એપીએમસીના લાયસન્સ વિના કેરી ખરીદનાર સામે કાર્યવાહી કરવામાં આવે અને વાડી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.