Connect Gujarat
ગુજરાત

નવસારી : વાતાવરણમાં આવતા પલટાના કારણે ખેડૂતો પરેશાન, કૃષિ યુનિવર્સિટી આવી પડખે

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

X

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, આંબા પર મોર થવાના સમયે કમોસમી વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે કેરીના પાક પર અસર જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

નવસારી જીલ્લામાં કેરીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. ખાસ કરીને ગુજરાતમાં વખણાતી સોનપરી કેરીનું એક માત્ર ઉત્પાદન નવસારીમાં થાય છે. બદલાયેલા વાતાવરણના પગલે કમોસમી વરસાદની આગાહી અને ગાઢ ધુમ્મસના કારણે કેરી પકવતા ખેડૂતોને આશુ વિહોણા રડતા કર્યા છે. મહત્વનું છે કે કેરીનો પાક વર્ષમાં એક જ વાર લેવાતો હોવાથી ખેડૂત એક જ વાર પાકને નુકસાન થતા ભારે ખોટ સહન કરવી પડે છે. પરંતુ બાગાયતી પાકોમાં ખેડૂતોનો ખર્ચ દિવસે દિવસે વધતા અને ઉત્પાદનમાં સતત ઘટાડો થતા ખોટનો સોદો કરી રહ્યા હોય તેવી પરીસ્થિતનું નિર્માણ થયું છે.

બીજી તરફ હમેશા ખેડૂતોના પળખે ઉભી રહેતી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કમોસમી વરસાદ થી કેરી ને બચાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે અને ખેડૂતોને બાગાયતમાં નુકસાન થતું રોકવા માટે સલાહ સૂચનો આપવામાં આવી રહ્યા છે . ગ્લોબલ વોર્મિંગ એક દેશ અને દુનિયા માટે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે વાતાવરણમાં આવતા અનિચ્છનીય ફેરફારોના કારણે ખેડૂતોએ પાક બાબતે ચિંતા કરવી પડી રહી છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં બદલાતા વાતાવરણના કારણે કેરીના પાક પર અસર જોવા મળી રહી છે . આગામી 15 દિવસમાં જો કેરીનું ફ્લાવર ન આવે તો આ વખતે પણ કેરીના પાક પણ નુક્સાન જવાની ભીતિ ખેડૂતોને થઈ રહી છે .

Next Story