Connect Gujarat
ગુજરાત

નવસારી : ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ, પોલીસે કરી આરોપીઓની ધરપકડ...

ગણદેવીની સગીરાને અપહરણ કરી દાહોદ વાયા રાજસ્થાન લઈ જવામાં આવી હતી

X

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું અગાઉ અપહરણ થયું હતું જે મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું 10 નવેમ્બરના રોજ અપહરણ થયું હતું, જેમાં અપહરણ કરનાર યુવાને કિશોરીના પિતા પાસેથી એક કરોડની ખંડણી માગી હતી...

જે મામલે જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ સહિત એલસીબીની ટીમ કામે લાગી માત્ર 48 કલાકની અંદર ઓપરેશન ચાલવી અપહ્રત કિશોરીને છોડાવી આરોપીની ધરપકડ કરી છે.આ કેસમાં કુલ ત્રણ ટીમ બનાવી હતી, જેમા ટેક્નિકલ ગ્રાઉન્ડ અને અન્ય એક ટીમ એક્ટિવ કરી હતી. ત્યારે લખનવ હાઈવે પર આવેલા ટોલભૂત પરથી અપહરણકારોના સ્કાંજામાંથી કિશોરીને મુક્ત કરાવી એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. ત્યારે બાકી વધેલા આરોપી સમીર પઠાન, પ્રદીપ રાજેશ ચૌધરી અને અભિષેક છોટેલાલ ચૌધરીની યુપીથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મોહિત રામ સેવક ચૌધરીની દિલ્હીથી જડપાયો હતો...

ગણદેવીની સગીરાને અપહરણ કરી દાહોદ વાયા રાજસ્થાન લઈ જવામાં આવી હતી જેમાં રાજસ્થાન જીઆરપી પોલીસ સાથે મળીને તમામ ટ્રેનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અપહરણ કરી સગીરાને દિલ્હીની નીલવિહાર ઝુપડપટ્ટીમાં રાખી હોવાની બાતમીના આધારે દિલ્હીની સ્પેશિયલ સાથે ચેકિંગ હાથ ધરી હતી ત્યારબાદ અપહરણ કરી યુપી તરફ નાસી જતા યુપીની એસટીએફ સાથે મળીને લખનઉ ટોલ ભૂત નજીકથી અપહરણકારો પાસેથી બાળાને છોડાવી હતી. ગણદેવીની સગીરાને છોડાવવા માટે ગણદેવી પોલીસ નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સુરત રેન્જ પોલીસ અને રાજસ્થાન દિલ્હી અને યુપી પોલીસ મળીને 50થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા હતા...

Next Story