New Update
/connect-gujarat/media/media_files/2025/03/11/YQkwrwpFxrDU8BrW8yiH.jpeg)
-
આકરા ઉનાળાની શરૂઆત
-
નવસારીમાં કાળઝાળ ગરમી
-
સિઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો
-
તાપમાનનો પારો 40 ડીગ્રી
-
સડકો પર લોકોની અવરજવર ઘટી
નવસારી જિલ્લામાં સીઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાતા કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નવસારી જિલ્લામાં પણ હીટવેવ જોવા મળી રહી છે.નવસારી જિલ્લામાં સીઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો હતો અને જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. અકળાવનારી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી ગ્રીન એલર્ટમાં હોવા છતાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતુંમતાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થતા તેને અસર શહેરના માર્ગો પર દેખાઈ હતી અને માર્ગો જાણે સુમસામ ભાસી રહ્યા હતા. અંગડઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે આ વર્ષે ઉનાળો અતિશય આકરો રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.