Connect Gujarat
ગુજરાત

નવસારી: મતદાન અંગે જાગૃતિ લાવવા વિશાળ રેલી યોજાય, મોટી સંખ્યામાં લોકો જોડાયા

મતદાન જાગૃતિ અર્થે નવસારીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાય મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો

X

મતદાન જાગૃતિ અર્થે નવસારીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાય મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

નવસારીજીલ્લા વહીવટીતંત્ર દ્વારા શાળાના ૫૦૦ વિદ્યાર્થીઓને સાથે લઈને સાયકલ રેલીનું આયોજન કરી મતદારોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા હતા. નવસારીની 10 થી વધુ શાળાના ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓનો સિહફાળો રહ્યો હતો ગુજરાત વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર મતદારો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરી રહ્યા છે. નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશન યાદવ દ્વારા આ સાયકલ રેલીને લીલી ઝંડી બતાવવામાં આવી હતી અને સાયકલ રેલી નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા.

આગામી પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે જેમાં નવસારીમાં સૌથી વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Next Story