/connect-gujarat/media/post_banners/c4613aa0d6d9f4fb2f72bf1c70ccde5c54ec5c0697913f1b126d516305a3d637.jpg)
નવસારી શહેરમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા પિતાએ પુત્રને બિલ્ડીંગના આઠમા માળ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
નવસારી શહેરમાંથી પિતા-પુત્રના સંબંધનો અગ્નિસ્નાન કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ-પત્નીના ઝગડામાં 4 વર્ષીય માસૂમ પુત્રને પિતાએ જ આઠમા માળેથી નીચે ફેંકી દીધા બાદ પોતે પણ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો છે. નવસારી શહેરના જૂના થાણા વિસ્તાર સ્થિત સરકારી વસાહતમાં વસવાટ કરતા રાકેશ ગોસ્વામી અને મનીષા ગોસ્વામી વર્ષ 2016માં લગ્નગ્રંથિએ બંધાયા હતા, અને ત્યારબાદ તેમના પરિવારમાં 2 જોડિયા બાળકોનો જન્મ થયો. જેમાં 4 વર્ષીય એક દીકરી અને એક દીકરો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચેના ખટરાગ ચાલ્યા કર્યા અને અંતે પિતા રાકેશ ગોસ્વામી હરેક વખતે અનેક શંકા કરીને પત્નીથી દૂર મુંબઈમાં ધંધા માટે રહેવાનું પસંદ કર્યું હતું. પત્ની મનીષા ગોસ્વામી સરકારી નોકરી કરીને બાળકોનું ભરણ-પોષણ કરી રહી હતી. તેમ છતાં પિતા પુત્ર દ્વિજ ગોસ્વામીને મળવા આવ્યો, અને સરકારી વસાહતના આઠમા માળે લઈ જઈ ત્યાંથી બાળકને નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી દીધું હતું. એટલું જ નહીં, પિતા રાકેશ ગોસ્વામીએ પોતે પણ જીવન ટૂંકાવી દીધું હતું.
/connect-gujarat/media/media_files/pmKBgmOkbE7qMxoeTbCc.png)