નવસારી :વિવાદિત મંદિર મામલે સ્થાનિકોનો તત્ર સામે વિરોધ,પોલીસે કર્યો લાઠીચાર્જ

તંત્ર દ્વારા મંદિર તોડાતા સ્થાનિકે વિરોધ ઉઠાવ્યો, સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીમાં રુકાવટ લાવી

નવસારી :વિવાદિત મંદિર મામલે સ્થાનિકોનો તત્ર સામે વિરોધ,પોલીસે કર્યો લાઠીચાર્જ
New Update

નવસારીના સર્વોદય સોસાયટીમાં આવેલ વિવાદિત મંદિર મામલે જિલ્લા વહીવટી તંત્ર કોર્ટના આદેશ અનુસાર મંદિરનું દબાણ હટાવવા જતા સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીમાં રુકાવટ લાવતા પોલીસે લાઠીચાર્જનો સહારો લેતા વાતવરણ ઉગ્ર બન્યું હતું.

નવસારી શહેરના જમાલપુરમાં આવેલા સર્વોદય નગરમાં વિવાંદિત જગ્યાને લઈને બિલ્ડર અને સ્થાનિકો વચ્ચે છેલ્લા લાંબા સમયથી કોર્ટ કાર્યવાહી શરૂ છે. જે દરમિયાન કોર્ટના આદેશ મુજબ વિવાદિત જગ્યાને હટાવવા માટે પાલિકા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સર્વોદય નગરમાં આવી પહોંચતા સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા.જેમાં મહિલાઓએ વિવાદિત જગ્યામાં બેસી રામધૂન બોલાવી હતી અને પોલીસને અંદર આવતી અટકાવી હતી. પોલીસે સોસાયટીના રહીશોને બે કલાક સમજાવ્યા બાદ રહીશો ન માનતા પોલીસે લાઠીચાર્જ કરી રહીશોના ટોળાને વિખેરી દીધું હતું. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસે મહિલા કર્મચારીઓને આગળ કરીને ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં મહિલાઓ અને તંત્રનો ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ પણ થયું હતું. આ સમગ્ર મુદ્દો છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે બિલ્ડર પક્ષે ચુકાદો આપતા કથિત મંદિર તોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેને લઇને સ્થાનિકો અને વહીવટી તંત્ર વચ્ચે ચકમક ઝરી છે. કથિત મંદિરની પાછળ બિલ્ડરની જગ્યા આવી છે. પરંતુ સ્થાનિકો આ જગ્યામાં કથિત મંદિર ઊભું કરીને આક્ષેપ બિલ્ડરો દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલો કોર્ટે પહોંચતા બિલ્ડર પક્ષે ચુકાદો આપતા જિલ્લાના એડિશનલ કલેક્ટર પ્રાંત અધિકારી પાલિકા ચીફ અને નુડા અધિકારી સહિત પોલીસ કાફલો મંદિરનું દબાણ હટાવ્યું હતું. જોકે દબાણને લઈને પોલીસે દંડાવાળી કરવાની ફરજ પડી હતી.

#Gujarat #ConnectGujarat #Protest #Navsari #police #disputed temple #lathi-charged
Here are a few more articles:
Read the Next Article