/connect-gujarat/media/member_avatars/2025/08/15/2025-08-15t103839720z-download-2025-08-15-16-08-42.png )
બીલીમોરાની સહયોગ સોસાયટીમાં ધોડે દહાડે ચલાવાય લૂંટ
મહિલા પર હુમલો કરી 2 લૂંટારુ મંગળસૂત્ર લઈ થયા હતા ફરાર
લૂંટારુઓને ઝડપી લેવા પોલીસ દ્વારા હાથ ધરાય હતી કવાયત
CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી 2 આરોપી ઝડપાયા
પોલીસે મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની સહયોગ સોસાયટીમાં 2 લૂંટારુઓએ મહિલા પર હુમલો કરી મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે બન્ને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલા સહયોગ સોસાયટીમાં 2 દિવસ પહેલા સવારના સમયે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ તથા એલસીબી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસે વિવિધ ટીમ બનાવી બીલીમોરા શહેરના જુદા જુદાCCTV કેમેરા તપાસી હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ ઇન્વેસ્ટીગેશનમાં સામે આવ્યું છે કે, પકડાયેલા 2 આરોપી પૈકી એક આરોપી બાજુની સોસાયટીમાં રહેતો હતો, અને 2 દિવસથી નિશાન બનાવેલ ઘર પર રેકી કરતો હતો, જ્યાં મહિલા એકલી હોવાની માહિતી મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થવાના ચક્કરમાં હતો.
જોકે, તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બન્ને આરોપીઓ પર પૈસાનું દેવું વધી ગયું હતું, અને ચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે પૈસાની જરૂર હતી. જે માટે લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/09/18/hh-2025-09-18-22-10-32.jpg)