/connect-gujarat/media/post_banners/41cc7d133ab3c75fe11883af769662cbdc7b61516df163154ef35161ba96ec8b.jpg)
રીંગ રોડ એ નવસારી શહેરની વિકાસની ગતિને વેગ આપવા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે પરંતુ પાલિકાના શાસકો અને વહીવટતંત્રની ઊદાસીનતાના કારણે રીંગરોડને રાજકીય અખાડો બનાવી ૧૦ વર્ષથી જુના રીંગરોડનું કામ ખોરંભે પાડી દેવામા આવ્યુ હતું પરંતુ હવે ૧૦ વર્ષ બાદ પાલિકાને જૂનો રિંગરોડ યાદ આવ્યો છે અને 1.45 કરોડ રૂપિયા મંજુર કરી ફરી નવો રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે
નવસારી નગરપાલિકાનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેકટ પ્રકાશ ટોકીઝથી રૂસ્ટમવાડી, વિરાવળ, ભેંસતખાડા થઈ ઇસ્લામપુરા સુધીના રીંગરોડનો છે. જેમાં ભેંસતખાડાથી આગળ રોડ બનાવવો શક્ય બન્યો નથી. સૌપ્રથમ 10 વર્ષ અગાઉ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રીંગ રોડ મંજુર કરવામાં આવ્યો હતો જે શહેરના વિરાવળ નાકાથી ભેસતખાડા સુધીનો બન્યો હતો. 850 મીટરનો રીંગરોડ માત્ર ૪૦૦ મીટર જેટલો જ બન્યો હતો અને અતિક્રમણ વધારે હોવાના કારણે રીંગ રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ પાલિકાએ વિરાવળથી પ્રકાશ ટોકીઝ સુધીનો રિંગ રોડ મંજુર કર્યો. 10 વર્ષ અગાઉ જે વિરાવળથી ભેસ્તખાડાનો રોડ તે માત્ર એક લેનનો બન્યો હતો.બીજી લેનનો રોડ કોઈક કારણસર બનાવાયો ન હતો.10 વર્ષ બીજી લેન બની ન હતી.હવે 10 વર્ષ બાદ મોડે મોડે બીજી લેન બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેને માટે પાલિકા દ્વારા ૧ કરોડથી વધુની રમક ફાળવવામાં છે. શહેરમાં અધૂરા રહેલા રોડ અને વધતા જતા અતિક્રમણ પર પાલિકા ફરી કેવી રીતે રોડ બનાવશે એ સવાલો પૂર્વ વિપક્ષી સભ્યો પૂછી રહ્યા છે.
નવસારી શહેરની ફરતે રીંગ રોડ બનાવવા તમામ ભંડોળ આપીને રાજ્યસરકારે કામ પુર્ણ કરવા તાકીદ કરી છે. ત્રણ સ્ટેપમા કામ પુર્ણ કરવાનુ છે જ્યારે ૧૦ વર્ષ વીતવા છતા પાલિકાએ શહેરને એક પણ રિંગરોડની ભેટ આપી નથી. શહેરના ફરતે બનાવવામાં આવેલ સ્ટેશન થી વિરાવડ નો રિંગરોડ પૂર્ણ થયો નથી એવામાં પાલિકા ફરી એકવાર જુના રિંગરોડ પર બીજી લેન બનાવવાના દાવા કરી રહી છે
શહેરના વિકાસની દશા અને દિશા નક્કી કરવા રાજ્યસરકાર જરુરિયાત મુજબ પાલિકાને ભંડોળ આપી વિકસાવવા માટે પ્રયાસો કરી રહી છે ત્યારે પાલિકાના શાસકો અને વહીવટી તંત્રની આડોડાઈને કારણે રીંગ રોડનુ કામ ખોરંભે પડતા શહેરનો વિકાસ રુંધાયો છે ત્યારે રિંગરોડનું કાર્ય ક્યારે પૂર્ણ થાય છે એ જોવું રહ્યું