/connect-gujarat/media/post_banners/15a9dabd7ee2fefb4ee1374483a717dfa93c8883700f863b992f11acd251e8d1.jpg)
વિકાસની વાત કરતી નવસારી વિજલપોર પાલિકા પાણીનું દેવું ચુકવવામાં પણ સફળ થઇ નથી. ૮૦૦ કરોડના બજેટ સામે ૪૦ કરોડ સુધીનું મોટું દેવું આજ સુધી સિંચાઈ વિભાગનું ચૂકવાયું નથી જેને માટે સરકાર પાસે બીલ માફી અંગે પાલિકાએ દોટમૂકી છે પરંતુ ૫ વર્ષથી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી.
નાગરિકોને અપાતી મૂળ સુવિધા પાણી ગટર અને રસ્તા જેવી સવલતો પણ શહેરી જનોને પૂરી પાડવામાં નવસારી વિજલપોર પાલિકા નિષ્ફળ ગઈ છે. જોકે ૨૦૦૨ના સિંચાઈ વિભાગના બીલો હજી સુધી નહિ ચુકવતા નવસારીની જનતા અને સિંચાઈ વિભાગ વચ્ચે પાલિકા ડેમ સમાન બની છે. કરોડો રૂપિયાનું ફ્ળવાતું બજેટ પાણી માટે નહી પરંતુ પાણીની જેમ વહી જતા જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. નવસારી વિજલપોર સમાવીસ્ટ વિસ્તારોમાં પીવાના પાણી બાબતે પાલિકા ઉંણી ઉતરી છે. પ્રજા પાસે ટેક્ષ લેવા છતાં પણ જીવાત વાળું પાણી મળે તેમાં પણ પાલિકા દ્વારા આજ દિન સુધી તેનું ચુકવણું બાકી રખાતા અગની સમયમાં શહેરી જનોને સિંચાઈ વિભાગ પાણી ન આપે તેવું પણ બની શકે. હાલ નવસારી વિજલપો નગરપાલિકા દ્વારા સિંચાઇ વિભાગને 40 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું છે. પાલિકા શહેરમાં પાણી પૂરું પાડવા માટે દુધિયા તળાવ અને દેખાય તળાવમાંથી પુરવઠો લે છે જેથી શહેરની પાણીની તરસ છુપાઈ શકે પરંતુ એને ચૂકવવા માટેના પૈસા હજી સુધી પાલિકાએ આપ્યા નથી અને હવે પાલિકા દેવા માફી માંગ સાથે સરકાર પાસે આશ લગાવી ને બેઠી છે
પાલિકાના શાસકોએ બાકી સિંચાઈ વિભાગના દેવા અંગે નવો કીમિયો અપનાવી પાણી સિંચાઈ વિભાગ પાસે થી મેળવવાનું શરુ કરી દીધું જેમાં છેલ્લા ૩ વર્ષના સિંચાઈ વિભાગના ચેક ચૂકવી આગળની બાકી તમામ ચુકવણી માટે સરકાર પાસે બીલ માફી અંગે દોડ લગાવી રહ્યા છે પરંતુ આ સમસ્યાનો હજી સુધી સરકાર મોઢું આપતી નહી હોવાથી કોઈ ઉકેલ આવ્યો નથી.
/connect-gujarat/media/media_files/2025/07/09/pm-2025-07-09-21-39-35.jpg)