Connect Gujarat
ગુજરાત

નવસારી : ક્વોરીમાં ચાલતા વાહનોમાં GPS લાગવાથી રાજ્ય સરકારની નીતિનો વિરોધ, ક્વોરી એસોસિએશ દ્વારા નોંધાવ્યો વિરોધ..

રાજ્ય સરકાર તરફથી તમામ ક્વોરીમાં ચાલતા વાહનોમાં વ્હીકલ મોનિટરિંગ સિસ્ટમ લગાડવાનું ફરજિયાત થતા ક્વોરી એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

X

રાજ્ય સરકાર તરફથી તમામ ક્વોરીમાં ચાલતા વાહનોમાં વ્હીકલ મોનિટરિંગ સિસ્ટમ લગાડવાનું ફરજિયાત થતા ક્વોરી એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ ક્વોરી ઉદ્યોગને માનવામાં આવે છે. પરંતુ ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો લાવતા હવે આ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી હવે તમામ ક્વોરીમાં ચાલતા વાહનોમાં GPS લગાડવાનું ફરજિયાત થતા ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એનો વિરોધ દર્શાવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે, રાજ્ય સરકાર દ્વારા ટ્રકોમાં વ્હીકલ મોનિટરિંગ સિસ્ટમ લગાડવા માટે નવ જેટલી એજન્સીઓને રોકવામાં આવી છે. પરંતુ આ એજન્સીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો આક્ષેપો પણ વેપારી દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે યુનિટ બજારમાં ત્રણથી ચાર હજાર રૂપિયામાં સહેલાઈથી મળે છે. એના આ એજન્સીઓ 10,000 રૂપિયાથી વધુનો ચાર્જ વસૂલ કરે છે અને જો આ સિસ્ટમ ન લગાડી હોય તો રોયલ્ટી પણ નહીં કાઢી શકાય, તે પ્રકારનો નિયમ બનાવતા નવસારી જિલ્લામાં 3,000 વાહનનોના પેંડા અટકી ગયા છે. ત્યારે રાજ્ય સરકાર આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે અને તેની રજૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.

Next Story