/connect-gujarat/media/post_banners/c89e7d041a0aacd5de06aee000d17983373bd6353cb600d2f8b385b0667e32a4.jpg)
નવસારી શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસું આવે એટલે શહેરના તમામ વિસ્તારોમાં ગટરનું પૂર આવે છેપાલિકા દ્વારા ગટરના પૂર નહિ ભરાય તેની માટે યોજનાઓ જાહેર કરાઇ હતી પરંતુ આજ સુધી પૂર્ણ થઈ નથી.
ચોમાસા દરમ્યાન નવસારી શહેરમાં ૪ થી ૫ ઇંચ જેટલા વરસાદમાંજ શહેર પાણી પાણી થઈ જાય છે.વરસાદી પાણી ગટરમાં ઉતારવા પાલિકાએ કામ કર્યા છે પરંતુ જ્યારે ગટરમાં પૂર આવે ત્યારે પાલિકાએ પૂર્ણા નદી નજીક ફ્લડ ગેટ બનાવવા માટેની યોજના હાથ ધરવામાં આવી છે. પરંતુ હજી સુધી આ યોજના પૂર્ણ ન થઈ હોવાથી લોકો ચોમાસા દરમ્યાન ગટરના પાણીમાં રહેવા મજબૂર બને એવી પરિસ્થિતિનુ નિર્માણ આ વખતે થઈ શકે એવું દેખાઈ રહ્યું છે.
નવસારી વિજલપોર પાલિકાનું એકત્રીકરણ કર્યા બાદ પણ પાણી બેક થવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ફક્ત પમ્પિંગ સ્ટેશનોના નિર્માણ થાય છે. જોકે હાલ પ્રજાને શહેરમાં અંડર ગ્રાઉન્ડ ગટરના પાણી ભરાઈ જવાની ભીતિ સતાવી રહી છે. પ્રિમોન્સુન કામગીરીની પાછળ નવસારી વિજલપોર નગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને ડ્રેનેજ લાઈ માં ભરાતું પાણી શહેરના રસ્તા ઉપર ન આવે એવી કામગીરી દર વખતે કાગળ પર દેખાડે છે પરંતુ ચોમાસામાં પડતો અતિશય વરસાદ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખે છે ત્યારે ફરી આ વખતે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું પુનરાવર્તન શહેરમાં થાય તો નવાઇ નહીં ..
/connect-gujarat/media/media_files/2025/07/12/new-thumblain-2025-07-12-21-25-36.jpg)