નવસારી : વડાપ્રધાન મોદી 10મી જૂને ચીખલી તાલુકાના ફડવેલ ગામની મુલાકાત લેશે,તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓના લોક સંપર્કને ધ્યાને રાખી દેશના વડાપ્રધાન 10મી જૂને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવી રહ્યા છે.

New Update
નવસારી : વડાપ્રધાન મોદી 10મી જૂને ચીખલી તાલુકાના ફડવેલ ગામની મુલાકાત લેશે,તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓના લોક સંપર્કને ધ્યાને રાખી દેશના વડાપ્રધાન 10મી જૂને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવી રહ્યા છે. જેને લઇને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નવસારી જિલ્લાના ખુડવેલ ગામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના ચાર લાખથી વધુ લોકો માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 2100 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ તથા ગુજરાતના મુખ્યમંત્રી 10 જૂનના રોજ આવી રહ્યા છે, જેને લઇને સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગી ગયું છે. ચાર લાખ લોકોની બેસવા માટે ટેન્ટ બનાવવામાં આવ્યા છે. 26000 વાહનોનું પાર્કિંગ થઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. બેઠક વ્યવસ્થા માટે બે IAS, એક IFS અને 10 નાયબ કલેકટર કક્ષાના અધિકારી અને સાથે ૫૦૦ કર્મચારીઓ બેઠક વ્યવસ્થામાં જોતરાશે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદીને મળવા જનાર તમામ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર સુરક્ષા તંત્ર અને વિવિધ એજન્સીઓ કામે લાગી છે. કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને ધ્યાને રાખીને કાર્યક્રમનું શુ આયોજિત રીતે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

Latest Stories