Connect Gujarat
ગુજરાત

નવસારી: પ્રગતિશીલ ખેડૂતે કરી સુરણની ખેતી,જુઓ ખેતીની પદ્ધતિ

ચાર માસના સમયગાળામાં જ છોડની ઊંચાઈ 6 ફૂટથી વધારે થવા સાથે ગાંઠ સાડા ચાર કિલોગ્રામની નિકળીછે.

X

નવસારીના ખેડૂતે જુનવાણી પદ્ધતિ અને રાસાયણિક ખાતરને તિલાંજલિ આપીને આધુનિક પદ્ધતિ દ્વારા સુરણની ખેતી કરીને મબલખ પાક ઉતારવાની તૈયારી કરી છે

ચીખલી તાલુકાના ઘેજ-બીડ ગામના ખેડૂત દ્વારા સુરણની ખેતીમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરતા મબલખ ઉત્પાદનની આશા સેવાઈ રહી છે. ચાર માસના સમયગાળામાં જ છોડની ઊંચાઈ 6 ફૂટથી વધારે થવા સાથે ગાંઠ સાડા ચાર કિલોગ્રામની નિકળીછે. ચીખલી તાલુકાના ઘેજ બીડ ફળિયા વિસ્તારમાં રહેતા ખેડૂત અગ્રણી અને ગણદેવી સુગરના પૂર્વ ડિરેકટર ચેતન પટેલ દ્વારા તેમના પિતા ગોવિંદ પટેલ અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ 7 વીઘા જમીનમાં ટપક પદ્ધતિથી સુરણની ગાંઠ રોપી હતી.ખેતરમાં શેરડી કપાઈ ગયા બાદ શણનો લીલો પડવાશ ઓર્ગેનિક ખાતર તરીકે કામ કરતો હોય છે. શણનો પડવાશ કર્યા બાદ તેમને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ સુરણની ગાંઠ બબ્બે ફૂટના અંતરે રોપી હતી. ચાસ પણ પોણા ચાર ફૂટના મોટા કરવામાં આવ્યાં હતા. બીજી તરફ સિંચાઈ માટે ટપક પદ્ધતિનો અમલ કરતા નિંદામણ પણ નહિવત થતું હોય છે. બીજી તરફ વીજળી અને પાણીનો બચાવ થાય છે. જેને લઈને ખર્ચમાં પણ મોટી રાહત થતી હોય છે. આ સાથે જરૂરિયાત મુજબનું પાણી મળતા ઉત્પાદન પણ સારું મળતું હોય છે. સુરણનો સારો પાક આવતા ખેડૂતોમાં ખુશી તો જોવા મળી રહી છે પરંતુ એની સાથે પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે ખેડૂતો પાસે વેપારીઓ સુરણ 10થી 12 રૂપીએ ખરીદે છે અને બજારમાં 30 રૂપિયા થી ૪૦ રૂ છૂટક માં વેચાય છે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે એ માટે સરકાર સમક્ષ ખેડૂતો ભાવ અંગે કોઈ નિર્ણય કરે એવી આશા સેવી રહ્યા છે.

Next Story