Connect Gujarat
ગુજરાત

નવસારી: અમલસાડી ચીકુની ખરીદી થઈ શરૂ; સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

દક્ષિણ ગુજરાતને બાગાયતનો બગીચો ગણવામાં આવે છે તેમાં પણ નવસારી જિલ્લાને બગયાતનું નંદનવન ગણવામાં આવે છે.

X

સમગ્ર દેશમાં ગુણવત્તામાં શ્રેષ્ઠ અને સૌથી મીઠા મધુરા ગણાતા અમલસાડી ચીકુની ખરીદી શરૂ થઈ ગઈ છે. લાભપાંચમના દિવસથી અમલસાડ મંડળીમાં ચીકુની બમ્પર આવક જોવા મળી અને વેપારી મુહૂર્ત કરી ખરીદી શરૂ કરી હતી.

દક્ષિણ ગુજરાતને બાગાયતનો બગીચો ગણવામાં આવે છે તેમાં પણ નવસારી જિલ્લાને બગયાતનું નંદનવન ગણવામાં આવે છે. નવસારી જિલ્લામાં મુખ્યત્વે ડાંગર અને ચીકુનો પાક મબલક પ્રમાણમાં થાય છે. દરવર્ષે લાભપાંચમથી ચીકુની ખરીદી શરૂ કરવામાં આવે છે. જોકે આ વખતે ચીકુનો ફ્લાવરિંગ સારું રહેતા ખેડૂતોમાં સારા ભાવ મળે એની આશા જોવા મળી છે. સાથે જ સમયસર ચીકુની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

નવસારીના ચીકુ દિલ્હી, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરવામાં આવે છે અને સિસઝનની શરૂઆતમાં ખેડૂતોને ચીકુના 20 કિલોના 700 થી 1100 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે પહેલા દિવસે અમલસાડ મંડળીમાં સારા ચીકુ આવતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

Next Story