ધરતીપુત્રોનો જેમાં પ્રાણ રહલો છે એવો મેહુલીયો મન મુકીને વરસતા નવસારી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા જુજ અને કેલીયા ડેમ આખરે ૭૦ ટકા જેટલા ભરાતા ૧૨ મહિના અમૂલ્ય ગણાતા પાકો વાવી શકશે જેને લઈને આદિવાસી પંથકના ખેડૂતોમાં આનંદો છવાયો છે.
દક્ષિણગુજરાતમાં મેઘરાજા સતત બે દિવસથી વરસીને મેહેરબાન થયા છે જેમાં નવસારી જિલ્લામાં પણ વિશેષ વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા છે ખાસ કરીને વાંસદાતાલુકામાં આવેલા બે ડેમોમાં પાણીની આવક વરસાદે વધારી છે જેનું મુખ્યકારણ ૪૨ કીલોમીટરના કેચમેન્ટ એરિયામાં વરસેલા વરસાદના કારણે જુજ અને કેલીયા ડેમ ૭૦ % જેટલો ભરાતા ખેડૂતોએ રાહતો શ્વાસ લીધો છે.
જુજ ડેમ માંથી આખુવર્ષ જીલ્લાના ૩૧ ગામોના ખેડૂતોને સિંચાઇનુ પાણી બારેમાસ મળી રેહશે જયારે કેલીયા ડેમનું પાણી જીલ્લાના ૨૩ જેટલા ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળે છે ડેમ 70 ટકા ભરાઈ જતા કેચમેન્ટ વિસ્તારમાં આવતા 46 જેટલા ગામોને વોર્નિંગ લેવલ પર એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર તમામ પરિસ્થિતી પર નજર રાખી રહ્યું છે.
હાલ જૂજ ડેમ ની સપાટી 164.64 મીટર છે અને કેલિયા ડેમની સપાટી ૧૧૦.૬૬ મીટર પર પહોંચી ગઇ છે હાલ જુજ ડેમમાં 350 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે તો કેલીયા ડેમ માં ૧૯૬.૬૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી આવનારા દિવસોમાં સારો વરસાદ થશે તો બંને ડેમ છલોછલ ભરાઈ જાય એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.