Connect Gujarat
ગુજરાત

નવસારી: ચીખલીની દુકાનમાં તસ્કરોએ બાકોરૂ પાડી રૂપિયા 29 લાખથી વધુના સ્માર્ટ મોબાઇલની કરી ચોરી

તસ્કરોએ તરખાટ મચાવી રૂ.29 લાખના મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નવસારી: ચીખલીની દુકાનમાં તસ્કરોએ બાકોરૂ પાડી રૂપિયા 29 લાખથી વધુના સ્માર્ટ મોબાઇલની કરી ચોરી
X

નવસારીમાં તસ્કરોએ તરખાટ મચાવી રૂ.29 લાખના મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શિયાળાની કડકડતી ઠંડીનો લાભ તસ્કરો બરાબરનો ઉઠાવી રહ્યા છે. કાયદાનો જરાય ડર ના હોય એમ ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. સમય જોડે તસ્કરો પણ સ્માર્ટ થઈ ગયા છે. ચોરી કરવા એવા પેતરા અજમાવતા હોય છે કે પોલીસ પણ ચોંકી જાય છે. આવી જ કંઇક ઘટના નવસારીના ચીખલી શહેરમાંથી સામે આવી છે. એમાં સ્માર્ટ ચોરો નવ ઇંચની દીવાલમાં માત્ર એક ફૂટનું બાકોરું પાડીને 29 લાખથી વધુના સ્માર્ટ મોબાઇલ ચોરીને રફુચક્કર થઈ ગયા છે. આ ઘટનામાં તસ્કરોએ દુકાનમાં પ્રવેશીને CCTV ઢાંકી દીધા હતા. જોકે તેઓ દુકાનમાં પ્રવેશતાં કેમરામાં કેદ થઈ ગયા છે. ચીખલી બજારમાં ભાટિયા મોબાઈલ શોપમાં રવિવારે રાત્રે ચોરોએ યુક્તિ વાપરી દુકાન પાછળ બાકોરું પાડીને દુકાનમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાની ઓળખ છતી ન થાય એ માટે દુકાનમાં લગાવેલા CCTV ઢાંકીને ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના બનતાં ચીખલી પોલીસ સહિત અન્ય એજન્સીઓ કામે લાગી છે.

Next Story