નવસારી: ચીખલી નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત, 25 મુસાફરોને ઇજા-બસ ચાલકનું મોત

નવસારીના ચીખલીથી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થતા મીની બસના ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

New Update
નવસારી: ચીખલી નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત, 25 મુસાફરોને ઇજા-બસ ચાલકનું મોત

નવસારીના ચીખલી ફડવેલ ગામના વળાંક પાસે આવેલા એક ઝાડને કારણે અકસ્માત થયાનું સ્થાનિકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. જેમાં વહેલી સવારે છ થી સાડા છની વચ્ચે ચીખલી થી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી મોટી બસ સામસામે ભટકાઈ હતી. 

ધડાકા પેર બંને 200 સામસામે અથડાતા બંને બસનો ખુરદો બોલી ગયો હતો. જેમાં મીની બસના ડ્રાઇવર વિજય નારણ આહીરનો પગ કેબિન માં ચગદાઈ ગયો હતો જેને ટ્રેકટર વડે બહાર કાઢી સારવાર અર્થે ખસેડતા મોત નીપજ્યું હતું બંને બસ અથડાતા બસમાં સવાર 25 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા થઈ હતી સ્થાનિક ગ્રામજનો એ તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને થતા તાત્કાલિક રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા.ઘટનાને લઈને ચીખલી પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

Latest Stories