Connect Gujarat
ગુજરાત

નવસારી: ફાયર વિભાગનું બિલ ન ભરાતા ટેલિફોન કનેકશન કપાયું,લોકોને હાલાકી

X

ફાયર વિભાગ ઈમરજન્સી વિભાગનો મહત્વનો ભાગ ગણાય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાના, મકાનો ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે ત્યારે નવસારી નગરપાલિકા ફાયર વિભાગની મહત્વના બાબતે જાગૃત ન હોય તેવુ ઉદાહરણ સામે આવ્યું છે

નવસારી પાલિકામાં બાકી બીલો બાબતે પાલિકાના અધિકારીઓ સતત અંધારામાં રહેતા હોય તેવો માહોલ જોવા મળે છે. હા કદાચ કોન્ટ્રાકટરના લાખોના બીલ તુરંત પાસ થઇ જતા હોય પરંતુ નાના બીલો માટે લોકોએ સતત ઘક્કા ખાવા પડે તેવી ઘટનાઓ ભુતકાળમાં પણ બની છે. ત્યારે પાલિકાની આવશ્યક સેવા મનાતી ફાયર બ્રિગેડનુ ટેલિફોનનું મહિનાનુ માંડ 300 થી 400 રૂપિયાનુ બીલ આવતુ હોવા છતા શાસકોની લાપરવાહીના કારણે ન ભરાતા ટેલીફોન વિભાગે છેવટે કંટાળીને કનેકશન જ કાપી નાંખવુ પડ્યાનુ હતું. નવાઇની વાત તો એ છે કે આ બાબતે ભાજપના જ અગ્રણીએ અને સ્થાનિક કોર્પોરેટ દ્વારા પાલિકાને ત્રણેક વખત રજુઆતો કરી છતા બીલો ન ભરાતા હવે લોકોની મુશ્કેલીમાં વધારો થશે તેમ લાગી રહ્યુ છે.

વિજલપોર પાલિકા વિસ્તારમાં આવેલ ફાયર બ્રિગેડનુ ટેલીફોન બીલ કહે છે કે મહિનાના માંડ 300 થી 500 રૂપિયા આવતુ હોવા છતા તે ભરાતુ ન હોય હાલમા આ બીલ વધીને રૂ.8446 થઇ ગયુ છે.300 કરોડનો વહીવટ કરતી પાલિકા આટલુ બીલ પણ ન ભરી શકે તે માની શકાય તેમ નથી.આ બાબતે ચીફ ઓફિસરે ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન થાય એ માટે યોગ્ય પગલાં લેવાની હાલ બાહેધરી આપી છે

Next Story