Connect Gujarat
ગુજરાત

નવસારી: નગર સેવા સદનનું રૂ.486 કરોડનું બજેટ મંજુર, વિકાસના વિવિધ કર્યો કરાશે

નવસારી વિજલપુર નગરપાલિકાનું રૂ.486 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવશે.

X

નવસારી વિજલપુર નગરપાલિકાનું રૂ.486 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શહેરમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવશે.

નવસારી વિજલપુર નગરપાલિકામાં બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરમાં 486 કરોડના વિકાસલક્ષી કામો પાલિકા દ્વારા કરવામાં આવશે. એક્ઝિક્યુટિવ ચેરમેન પિયુષ ગજેરા દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. માત્ર 15 થી 20 મિનિટના ગાળામાં બજેટ કોઈપણ વાંધા વગર પાસ કરવામાં આવ્યું હતું.આ બજેટ થકી પશ્ચિમ વિસ્તારમાં આવેલા દેસાઈ અને મફતલાલ તળાવનું ઇન્ટર લિંકિંગ કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં મોડર્ન ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.સાથે જ પાંજરાપોળ બનાવી શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ થશે. શહેરના મધ્યમાં આવેલા છાપરા રોડમાં રીંગરોડ બનાવવામાં આવશે.વીરાવળ પાસે સર્કલ બનાવવામાં આવશે. કાલીયાવાડી વિસ્તારમાં બ્રિજની સાથે સાથે રોડ પહોળા કરવામાં આવશે.જેમાં ડીમોલિશનની કામગીરી હથ ધરાશે. નવસારી શહેરમાં આવેલી શાંતાદેવી સ્કૂલને સ્માર્ટ બનાવવામાં બનાવવામાં આવશે.પાલિકામાં એકમાત્ર વિપક્ષી નગરસેવિકા તેજલ રાઠોડએ વિરોધ કરતા 486 કરોડ રૂપિયાનું બજેટ વધુ મતોથી પસાર કરાયું.

Next Story