Connect Gujarat
ગુજરાત

નવસારી : પૂર-આપત્તિને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા સ્થાનિકોને સલામતીના સાધનો વિતરણ કરાયા...

ડાંગ જિલ્લામાં વધુ પડતો વરસાદ નીચાણવાળા વિસ્તાર ગણાતા એવા નવસારી જિલ્લાની લોકમાતાને રોદ્ર સ્વરૂપમાં લાવીને રેલનું સંકટ ઊભું કરે છે.

X

ડાંગ જિલ્લામાં વધુ પડતો વરસાદ નીચાણવાળા વિસ્તાર ગણાતા એવા નવસારી જિલ્લાની લોકમાતાને રોદ્ર સ્વરૂપમાં લાવીને રેલનું સંકટ ઊભું કરે છે. તેવા સમય ગણદેવી તાલુકાના રહીશો માટે કાળમુખા સમાન સાબિત થવાની નોબત સુધી મુકી દે છે, જેને ધ્યાને લઇ આપત્તિ સમયને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા સ્થાનિકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લાના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સ્થાનિકોને ચોમાસા સામે સુરક્ષા કવચ પૂરું પાડતા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરની ગ્રાન્ટના 25 લાખ અને રાજ્ય સરકારમાંથી 5 હોડી સાથે લાઈવ જેકેટ અને લાઈટવાળી હેલ્મેટ વિતરણ કરવામાં આવી હતી. ઉપરવાસમાં પડતા મુશળધાર વરસાદના કારણે નવસારી જિલ્લામાં રેલની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જેના કારણે ગણદેવી તાલુકાના ગામડાઓ ડૂબી જતાં હોય છે. ગત ચોમાસામાં રેલના પાણીએ ઘરો પણ ડુબાડી દીધા હતા, અને સ્થાનિકોના જીવ સામે ખતરો ઉભો થયો હતો. જેની બચાવ કામગીરીને લઇને 3 જેટલા હેલિકોપ્ટરો કામે લાગ્યા હતા. આ સાથે જ હોડી દ્વારા પણ બચાવ કામગીરી કરીને સ્થાનિકોને હેમખેમ બચાવી લીધા હતા. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હોડી સહિતની અન્ય સામગ્રીઓનું લોકોને વિતરણ કરી આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત નવસારીના સાંસદે પણ પોતાની ગ્રાન્ટમાંથી પુરને પહોચી વળવા નાણાં આપવાની ખાતરી આપી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ગણદેવી તાલુકાના 65થી વધુ ગામોને પૂરની અસર થાય છે. જેમાં પૂર સામગ્રીની તાતી જરૂરિયાતને સાંસદે ધ્યાનમાં લઇ તેનું સાધન સામગ્રીનું વિતરણ કર્યું હતું. જે આગામી સમયમાં પૂર સામે ગણદેવી તાલુકાના ગામોમાં આવતા પાણી સામે લોકોને રક્ષણ આપશે.

Next Story