-
કળિયુગમાં ભગવાનને પામવા માટેના સત્માર્ગ “યજ્ઞ, તપ અને દાન”
-
5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
-
યજ્ઞથી પર્યાવરણનું પ્રદૂષણ-ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નોનું નિવારણ
-
દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા
-
લોકોના જીવનમાં આધ્યાત્મિકતા આવે તેવો શુભ આશય : મોરારી બાપુ
નવસારી શહેરમાં 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
“યજ્ઞ, તપ અને દાન”એ કળિયુગમાં ભગવાનને પામવાના સત્માર્ગો છે. આધ્યાત્મિકતા જીવન જીવવા માટે જરૂરી અલૌકિક તત્વો છે, ત્યારે નવસારી શહેરમાં અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 350થી વધુ દેશભરના ભૂદેવો યજ્ઞમાં જોડાયા છે. 5 દિવસ સુધી ચાલનાર આ અતિરુદ્ર મહાયજ્ઞમાં હાજરી આપવા માટે કથાકાર મોરારી બાપુએ વિશેષ હાજરી આપી લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે જ તેઓએ અતિરુદ્ર મહાયજ્ઞની સફળતા માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞના કારણે પર્યાવરણનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નોના નિવારણ સાથે આધ્યાત્મિકતા જીવનમાં આવે તેવા શુભ આશયને કથાકાર મોરારી બાપુએ બિરદાવી હતી.