Connect Gujarat
ગુજરાત

નવસારી: આ ખાનગી શાળાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફટકારવામાં આવી નોટીસ, જુઓ શું છે કારણ

નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ શાળા જે હાલ શરૂ કરવામાં આવી છે જેની પરવાનગી ૬થી ૮ ધોરણની માંગવામાં આવી હતી

X

ખાનગી શાળામાં લખલૂટ કમાણીને લઈને હવે ખાનગી શાળાએ કમાણીનું માધ્યમ બની ગયું છે અને વગર પરવાનગીએ શાળા ધમધમતી કરવીએ લાલચુઓ માટે ચપટી વગાડવા જેવો ખેલ બની ગયો છે નવસારી શેહેરમાં પણ કંઇક આવું બનવા પામ્યું છે.

નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ શાળા જે હાલ શરૂ કરવામાં આવી છે જેની પરવાનગી ૬થી ૮ ધોરણની માંગવામાં આવી હતી જે આપવામાં આવી હતી જો કે ધોરણ ૯ થી ૧૨માં માટે પણ હાલ કોઈ પરવાનગી મળી શકી નથી.શાળા શરૂ કરતાં પેહલા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરવાનગી લેવી પડે છે. અરજી કર્યા બાદ ત્યાંથી કાચી પરવાનગી જે તે વિસ્તારના જિલ્લા શિક્ષણઅધિકારીને મોકલવામાં આવે છે પરંતુ લક્ષ શાળાના સંચાલકો પાસે આવી કોઈપણ પ્રકારની પરવાનગી ન હોવા છતાં શરૂ કરી દેવામાં આવી હતી સમગ્ર હકીકતની જાણ જિલ્લા શિક્ષણઅધિકારીને થતા જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળામાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી.તપાસ દરમિયાન ત્યાં શાળા ચાલુ હોવાનું જિલ્લાશિક્ષણ અધિકારીને ધ્યાને આવ્યું હતું. શાળામાં વર્ગખંડો ચાલુ હતા આચાર્યની ઓફિસો પણ ત્યાં કાર્યરત હતી સમગ્ર મામલાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકોને નોટિસ આપી છે અને જવાબ આપવા માટે સમય પણ આપવામાં આવ્યો છે ત્યારે પરવાનગી વગર ચાલતી આ શાળા ઉપર હવે જિલ્લા શિક્ષણ અધિકારી કઈ રીતની કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું

Next Story