Connect Gujarat
ગુજરાત

નવસારી : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત આદિવાસીઓએ કોંગી ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં યોજી આક્રોશ મહારેલી...

આજદિન સુધી આરોપીઓ ન પકડાતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓએ આક્રોશ મહારેલીનું આયોજન કર્યું હતું.

X

નવસારી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓ અનેક મુદ્દાઓને જનતા વચ્ચે લઈ જઈ મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર ભાજપના પદાધિકારીએ કરેલા હુમલા બાદ આરોપીઓ હજુ ન પકડાંતા આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત સ્થાનિક આદિવાસીઓએ આક્રોશ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

ગત તા. 8 ઓક્ટોબરની સાંજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર અને તેમના સમર્થકોએ કરેલા હુમલાના આક્ષેપો બાદ ખેરગામ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. પરંતુ આજદિન સુધી આરોપીઓ ન પકડાતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓએ આક્રોશ મહારેલીનું આયોજન કર્યું હતું. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારીના લુન્સીકુઈ સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સભાને સંબોધતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે અનંત પટેલ પર થયેલા હુમલાને આદિવાસી પર થયેલ હુમલો ગણાવી, લોકતંત્રમાં ધારાસભ્ય પર હુમલો થાય, તો સામાન્ય માણસનું શું કહીને ભાજપને આડે હાથ લીધી હતી. તો બીજી તરફ, જિલ્લા પોલીસ વડાને જ જવાબદાર ઠેરવી DSPના સસ્પેનશનની માંગણી કરી હતી,

જ્યારે ધારાભ્ય અનંત પટેલે પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કરી હુમલાવરોને વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી વાત સાથે લડત લડી લેવાની તૈયારી દર્શાવી હતી. આ સાથે જ વિશાળ સંખ્યામાં આદિવાસીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી અનંત પટેલ પર થયેલા હુમલાના આરોપીઓની વહેલી ધરપકડ થાય તેવી માંગ કરી હતી.

Next Story